Dalamatho Gujrati..Lyric..
હું ડાલામથ્થો ગુજરાતી
હું દરિયા બેટો ગુજરાતી
આત્મગૌરવી કરુણાગામી સાગરપેટો ગુજરાતી.....
પ્રેમ ઘર્મ ને કર્મ કથાનો
મસ્ત મરદડો ગુજરાતી..
નાચે ગાવે કરે હિલોળા
મૂછ મરકડો ગુજરાતી..
સત્ય અહિંસા જીવ દયા ની
રાહ ચીંધતો ગુજરાતી..
હું વેપારી હું પરદેશી
હું વિશ્ર્વ વિંધતો ગુજરાતી..
હું નર્મદ ને હું મેઘાણી
હું નરસૈયો ગુજરાતી..
હેમચંદ્ર ને દયાનંદ છું
હું ગાંધિડો ગુજરાતી..
હું સૃંગારી હું રસભોગી
હું સ્વાદ ચાખતો ગુજરાતી..
દુર વતનથી તોય વતનને યાદ રાખતો ગુજરાતી..
સુર શબ્દ ના તેજ તિખારે
સળગી બળતો ગુજરાતી..
ભજનોના તંબુરા તારે
હું રણઝણતો ગુજરાતી..
ગઢ ગિરનારી હું અલગારી
ધુણી ધખેલો ગુજરાતી..
પુરુષાર્થ ને સતત ઉદ્યમી
ઉત્સવ ઘેલો ગુજરાતી..
હું મીઠડો ને વાતે ડાયો
હું ગળચટ્ટો ગુજરાતી...
ભારતમા ની કટી મેખ પર
સુવર્ણ પટ્ટો ગુજરાતી..
ખોજી પ્યાસી છતા મુત્સદી
હું સિંધુડો ગુજરાતી..
સાંઈ મહોબ્બત જીવન જેનું
હું મધુડો ગુજરાતી..
Lyric : sairam dave
Compose : Dev bhatt